‌વાંકાનેરમાંથી તસ્કરો બે લાખની કાળી અને ભીલી ચોરી ગયા !

- text


બે લાખની બે જાફરાબાદી ભેંસ ચોરાતા પોલીસ ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના વાંકીયા ગામની સીમમાંથી તસ્કરો ભીલી અને કાળી નામની બે લાખની કિંમતી બે ભેંસ ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કુંભારપરા શેરી નંબર – ૨ માં રહેતા સુભાષભાઇ હમીરભાઇ હણ, ઉ.વ ૨૮ ધંધો માલધારી રે.કુંભારપરા શેરી નં.૨ વાળાના ઢોર બાંધવાના ખુલ્લા વાડામાં કોઇ અજાણ્યા ઇસમે ગેરકાયદેસર પ્રવેશ કરી કાળી નામની દેશી જાફરાબાદી ભેંસ -૧ કિ.રૂ. ૧,૦૦,૦૦૦ તેમજ ભીલી નામની કાળા કલરની જાફરાબાદી ભેંસ કિ.રૂ.૧,૦૦,૦૦૦ એમ કુલ ભેંસ નંગ-૨ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની ચોરી કરી લઇ જતા પોલીસે ગુનો નોંધ્યો છે. વધુમાં ભેંસ ચોરી બાબતે પીએસઆઇ એમ.જે.ધાધલ વાકનેર સીટી પોલીસ સ્ટેશન ઢોર ચોરી બાબતે વધુ તપાસ શરૂ કરી છે.

- text