વાંકાનેરમાં જીનિંગ મિલમાં આગ લાગવાના બનાવમાં ફાયર બ્રિગેડની પોલ ખુલી

- text


વાંકાનેરમાં ફાયર ફાયટર છે જ નહીં : મોરબી ફાયર બ્રિગેડે ફોન ન ઉપાડ્યો !!!

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે જુના રાજાવડલા ના રસ્તા ઉપર આવેલ નૂર કોટેક્ષમાં આજે સાંજના લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ આગ લાગી હતી જે મજૂરોના ધ્યાનમાં આવતા તેઓએ જીનના માલિકને તાત્કાલિક ફોન કરીને જાણ કરી હતી અને તેઓ ત્યાં દોડી ગયા હતા. આ સમગ્ર ઘટનામાં ફાયર બ્રિગેડ વિભાગની કામગીરીની પોલ ખુલી છે. જેમાં વાંકાનેરમાં તો ફાયર ફાયટર છે જ નહિ. ત્યારે મોરબી ફાયરબ્રિગેડને ફોન કરતા કોઈએ ફોન ઉપાડ્યો જ ન હતો.

આજે મોહરમનો તહેવાર હોવાથી આ જિનની આજુબાજુમાં આવેલા ઉદ્યોગો મોટાભાગે મુસ્લિમોના હોય જેથી તમામ યુનિટો બંધ હતા જેના કારણે આજુબાજુમાંથી મદદ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ખાટલે મોટી ખોટ એ છે કે વાંકાનેર નગરપાલિકા પાસે એક પણ ફાયર ફાઈટર ચાલુ કન્ડિશન નથી ગત સાલ ફાયર ફાઈટર પર વીજળી પડતા  નુકસાન થયું છે, જે આજે એક વર્ષ પછી પણ તેમની કન્ડિશનમાં કોઈ સુધારો થયો નથી. ઉપરાંત એક નાનું એવું ફાયર ફાયટર છે. જે ઘટના સ્થળે પહોંચ્યું હતું. પરંતુ આ ફાયર ફાયટર મદદમાં આવે તેમ ન હતું. વાંકાનેરમાં આગ લાગે ત્યારે ફાયર ફાઈટર માટેનો સંપૂર્ણ આધાર મોરબી પર રહે છે. ત્યારે મોરબી ફોન કરતાં ત્યાંથી કોઈએ ફોન રિસીવ ન કર્યો અને કંટ્રોલ રૂમમાં પણ ફોન રિસીવ ન થયો ત્યારબાદ વાંકાનેર પોલીસ સ્ટેશન, મામલતદાર, પ્રાંત અધિકારી તમામ ઓફિસમા ફોન કરતા આશરે ત્રણ કલાક પછી ફાયર ફાઈટર મોરબીથી નીકળવાના સમાચાર મળ્યા હતા.

આમ ત્રણ કલાક સુધી આગ મોટા શેડમાં  લબકારા મારતી રહી.અને જિનમાં લાખો રૂપિયાનો પડેલો માલ આગમાં બળીને ખાખ થઈ ગયો. આ આગ ઈલેક્ટ્રીક શોટ સર્કિટના કારણે લાગઈ હોવાનો પ્રાથમીક અંદાજ છે.

- text

- text