મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સ્પોર્ટ ડેની ઉજવણી

- text


વિદ્યાર્થીઓ માટે હેલ્ધી ફૂડ કોમ્પિટિશન અને મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હેલ્ધી ફૂડ કોમ્પિટિશન અને મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આસીસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેકટર ધર્મિષ્ઠાબેન કડીવાર પણ સહભાગી બન્યા હતા.

સાર્થક વિદ્યામંદિર ખાતે સ્પોર્ટ ડેની ઉજવણી નિમિતે હેલ્ધી ફૂડ કોમ્પિટિશન અને મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસીસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેકટર ધર્મિષ્ઠાબેન કડીવારે સાપસીડીની રમત દ્વારા મતદાર જાગૃતિ અભિયાનની માહિતી બાળકોને આપી હતી.

- text

આ ઉપરાંત સ્કૂલ દ્વારા વિદ્યાર્થીનીઓએ બનાવેલ હેલ્ધીફૂડની અલગ અલગ વાનગીઓનું સચોટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા બદલ આસીસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેકટર ધર્મિષ્ઠાબેન કડીવારનો સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ શુકલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

- text