મોરબીની પીજી પટેલ કોમર્સ કોલેજમાં શનિવારે મોટિવેશન ગુરૂ શૈલેષ રાવલનો ખાસ કાર્યક્રમ

શૈલેષ પટેલ પોતાની ગાયક કલાકાર અને એનાં ઉન્સર તરીકેની સુદીર્ઘ કારકીર્દીના સંભારણાઓ રજૂ કરશે

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમ આગામી તા.૨૨ને શનિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે સુપ્રસિદ્ધ મોટીવેશનલ ગુરુ શૈલેષભાઇ રાવલના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ દ્વારા ગાયક કલાકાર અને એનઉન્સર તરીકેની સુદીર્ઘ કારકીર્દીના અનેકવિધ સુમધુર સાંભારણાઓ પ્રસ્તુત કરીને યુવાપેઢીને માર્ગદર્શન આપવામાં આવશે.

પી.જી. પટેલ કોમર્સ કોલેજના આદ્ય પ્રણેતા શિક્ષણવીદ દેવકરણભાઈ આદ્રોજા તેમજ પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ ભટ્ટ સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો,વક્તાઓ, ચિંતકો અને મોટીવેશનલ ગુરુઓને નીમંત્રીને યુવા પેઢીનું ઘડતર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જેના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.