મોરબી, વાંકાનેર અને ટંકારામાં જુગારના દરોડા

- text


1) મોરબીના જેતપર ગામે જુગાર દરોડો : ૨.૭૪ લાખના મુદામાલ સાથે ૭ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે દરોડો પડતા છ શખસો નાસી છૂટ્યા : ૨૭૪૯૦ રૂપિયા રોકડા અને ૧૧ મોટર સાયકલ કબ્જે લેવાયા

મોરબી : મોરબી તાલુકા પોલીસે તાજીયા બંદોબસ્ત દરમિયાન જેતપર ગામે જુગાર દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી અને જુગાર રમતા ૧૩ શખ્સો પૈકી ૭ ને ઝડપી લઈ ૨૭૪૯૦ ની રોકડ રકમ સાથે કુલ ૨.૭૪ લાખનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જેતપર ગામે મહોરમ તાજીયા બંદોબસ્તમા હતા તે દરમ્યાન પીએસઆઇ એસ.એ.ગોહિલને મળેલ ખાનગી હકીકત આધારે ટીમને ટેલીફોનીક સુચના આપી જેતપર ગામની સીમમાં દેવળીયા તરફ જતા રસ્તા નજીક ભોળાપીરની દરગાહ નજીક જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમાતો હોવાથી રેઇડ પાડવા જણાવાયું હતું.

જેને પગલે તાલુકા પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા આરોપી (૧) તુષારભાઇ અનિલભાઇ મહેતા, ઉવ.૪૨ (૨) રાકેશભાઇ મનસુખભાઇ રાઠોડ, ઉવ.૪૧ (૩) કમલેશભાઇ તખુભાઇ ડાભી, ઉવ.૩૬ (૪) હરીલાલ સુંદરજીભાઇ હમીરપરા, ઉવ.૫૫ (૫) હિતેષભાઇ ધરમશીભાઇ દેત્રોજા, ઉવ.૨૦ (૬) સતીષભાઇ ધનજીભાઇ સાથલીયા, ઉવ.૪ર (૭) ભરતભાઇ રેવજીભાઇ કૈલા, ઉવ.૪૩ વાળાઓ રોકડા રૂ.૨૭૪૯૦ તથા ગંજીપતા સાથે પકડાઇ ગયા હતા તેમજ છ શખસો નાશી જતા તમામ ઇસમોના કુલ મો.સા. નંગ-૧૧ કિ. રુ. ર,૪૭,૦૦૦ મળી કુલ મુદામાલ ૨,૭૪,૪૯૦ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા પકડાયેલ સાતેય ઇસમોને મુદામાલ અટક કરી તેમજ નાશીજનાર ૬ ઇસમોને પકડવા પર બાકી રાખી તમામ આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પો.સ્ટે.માં સેકન્ડ ગુ.ર.નં.૩ ૪૫૦/૧૮ જુગારધારા કલમ. ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ હતા અને નાસી જનારા આરોપીઓને મોટર સાયકલ નંબરના આધારે શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. આ દરોડાની સફળ કામગીરી પો.સબ.ઇન્સ. એન.જે.રાણા, એ.એસ.આઇ મહિપતસિંહ જાડેજા, પો.કોન્સ ઉજવલદાન ગઢવી, શકિતર્સિહ જાડેજા, અમિતભાઇ પટેલ, જુવાનસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, કિર્તીસિંહ જાડેજા તથા જસપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.

2) વાંકાનેરમાં જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર પુલ દરવાજા નજીક જાહેરમાં જુગાર રમી રહેલા (૧) રવીભાઇ હઠ્ઠાભાઇ ગમારા (૨) છગનભાઇ પ્રાગજીભાઇ ખાંડેખા અને (૩) રમેશભાઇ ગોવીંદભાઇ સોલંકીને પોલીસે તીન પતીનો હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂ.૩૪૬૦ કબ્જે કરી ગુન્હો નોંધ્યો હતો.

- text

3) ટંકારાના છતર નજીક કોલ્ડ સ્ટોરેજમાં જુગાર કલબ : છ જુગારી ઝડપાયા

ટંકારા સર્વેલન્સ ટીમે છાપો મારી રૂપિયા નબીરાઓ પાસેથી ત્રણ લાખનો મુદામાલ જપ્ત કર્યો

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે પર ટંકારા તાલુકાના છતર ગામે આવેલ મારુતિ કોલ્ડ સ્ટોરેજમાં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમીને આધારે સર્વેલન્સ ટીમે દરોડો પાડી છ નબીરાઓને ત્રણ લાખના મુદામાલ સાથે ઝડપી લેતા માલેતુજારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીને આધારે પોલીસે રાજકોટ હાઇવે પર છતર પાસે આવેલ મારુતિ કોલ્ડ સ્ટોરેજમાં દરોડો પાડતા (૧) ચેતનભાઇ રમેશભાઇ રંગાણી ઉ.વ-૩૮ ધંધો-વેપાર રહે- છતર ગામ તા-ટંકારા જી.મોરબી (૨) કમલેશભાઇ છગનભાઇ બોખરા, ઉ.વ-૩૪ ધંધો- વેપાર રહે- રાજકોટ મોરબી રોડ શકિત સોસાયટી શેરી નંબર ૧ ઇન્દ્રપ્રસ્થ ની બાજુ માં (૩) દેવાયતભાઇ ગેલાભાઇ ખુંગલા, ઉ.વ- ૩૭ ધંધો- ખેતીકામ રહે- મીતાણા ગામ તા.ટંકારા જી.મોરબી (૪) નવનીતભાઇ જયંતીભાઇ સરસાવા ઉ.વ- ૪૦ ધંધો- વેપાર રહે- મોરબી ફલોરા હોમ્સ બ્લોક નંબર ૧૨૦ તા.જી-મોરબી (૫) પરેશભાઇ હરીલાલ બાબરીયા, ઉ.વ-૩૯ ધંધો- વેપાર રહે- રાજકોટ રણછોડનગર સોસાયટી કુવાડવા રોડ રાજકોટ અને (૬) મેહુલભાઇ ધનજીભાઇ છત્રોલા, ઉ.વ-૩૫ ધંધો- વેપાર રહે-મોરબી આલાપ પાર્ક સોસાયટી રવાપર રોડ બહુચર ક્રુપા તા.જી-મોરબી વાળા જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. વધુમાં આરોપીઓએ ટંકારા તાલુકાના છતર ગામના રહેવાસી ચેતનભાઇ રમેશભાઇ રંગાણી પટેલ રહે. છતરગામ તા.ટંકારા જી.મોરબી વાળો પોતાના હવાલાવાળુ મારૂતી કોલ્ડ સ્ટોરેજની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોય આ દરોડામાં આબાદ ફસાઈ ગયો હતો અને પોલીસે રેઇડ દરમિયાન કુલ રોકડ રૂપીયા ૩૪,૨૪૦, જુદી-જુદી કંપનીના મોબાઇલ નંગ-૦૭ કિ.રૂ.૨૫.૦૦૦/ તથા ગાડી. નંગ-૦૨ કિ.રૂ.૨,૫૦.૦૦૦ ની સાથે કુલ કિ.રૂ.૩,૦૯,૨૪૦ ના મુદામાલ સાથે તમામ જુગારી નબીરા સામે જુગારધારા અન્વયે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતા નબીરાઓમાં ફફડાટ મચી ગયો હતો.

- text