મોરબી : પાડાપૂલની ઉપરના અને નીચેના રોડ પર ટ્રાફિકજામ

- text


૧ કલાક સુધી જામેલો ટ્રાફિક અંતે પોલીસના જવાનો આવી જતા ધીમી ગતિએ ક્લિયર

મોરબી : મોરબીના પાડાપૂલની ઉપરના અને નીચેના બન્ને રોડ પર છેલ્લા ૧ કલાકથી ટ્રાફિકજામ સર્જાયો છે. આ ટ્રાફિકજામમાં વાહનોના થપ્પા લાગ્યા છે. ત્યારે અંતે પોલીસના જવાનો આવતા ધીમી ગતિએ ટ્રાફિક હળવો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબીના પાડાપૂલ પર આવેલ રોડ અને તેની નીચે આવેલ રોડ પર સાંજના સમયે એક કલાક થી ટ્રાફિક સર્જાયો હતો. આ ટ્રાફિકજામમાં વાહનોના થપ્પા લાગી ગયા હતા. આ લખાય છે ત્યારે પોલીસના જવાનો ટ્રાફિક ક્લિયર કરાવવા માટે આવી પહોંચ્યા છે. જવાનોના પ્રયાસથી ધીમીગતિએ ટ્રાફિક હળવો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text