માળીયાના કોબા વાંઢમાં ખેતરમાં ટ્રક ચલાવવા મુદ્દે હુમલો

- text


રેતીભરેલા ટ્રક ચલાવવા દેવા ચીલો પાડતા વાડી માલિકે ના પાડતા સામુહિક હુમલો

માળીયા : માલિયાના કોબા વાંઢ ગામે રેતી ભરેલા ટ્રક વાડીમાંથી ચલાવવા માટે પોતાની વાડીમાં ચીલો પાડવાની ના પાડનાર ઉપર ખનીજ માફિયાઓએ સામુહિક હુમલો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયાના કોબા વાંઢમાં રહેતા કરીમભાઇ ઇસાભાઇ જામ, ઉ વ ૩૯ વાળાની વાડી માં ગેરકાયદેસર રીતે ટ્રક પસાર કરવાની ના પાડતા (૧) ફારુક હબિબભાઇ જામ (૨) હબિબ નુરમામદ જામ (૩) કાદર કરીમ જામ (૪) કાસમ હબિબ જામ (૫) અનવર હબિબ જામ રહે.બધા કોબા વાંઢ તથા (૬) ભાણુભા દરબાર રહે.વઢવાણ સહિતનાઓએ હુમલો કરી માર માર્યો હતો.

- text

વધુમાં આ કિસ્સામાં તમામ આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરુ રચી ગેરકાયદે મંડળી રચી ફરીયાદી તથા સાહેદને તેમના ખેતરમા રેતીના ટ્રક ચલાવવા બાબતે ચીલો પાડવા બાબતે ઝઘડો કર્યો હોવાનું તેમજ ધારીયા તથા લાકડી વતી મારમારી તથા ગાળો આપતા આ મામલે માળીયા પોલીસે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા સહિતની બાબતો અંગે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text