મોરબી જિલ્લામાં ૧૦ ઘરફોડ સહીત વિવિધ રાજ્યોમાં ચોરી કરનાર એમપીની ગેંગ ઝડપાઇ

- text


ગેંગના ચાર સભ્યોની ગેંડા સર્કલ ખાતેથી રૂ. ૧૯,૧૦૦ના મુદામાલ સાથે અટકાયત : એલસીબી અને બી ડિવિઝનની સંયુક્ત કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લાના ૧૦ જેટલી ઘરફોડ ચોરી કરનાર એમપીની ગેંગના ૪ સભ્યોને એલસીબી અને બી ડિવિઝન પોલીસે ગેંડા સર્કલ પાસેથી પકડી પાડી રૂ. ૧૯,૧૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના એલસીબી અને બી ડિવિઝન પોલીસને ગેંડા સર્કલ ખાતેથી એમપીના અલીરાજપુરના ચાર શખ્સો ઠાકોર ગેંદીયા દહેતિયા, મોતીયાસિંગ ઉર્ફે મુકલો છગન અજનાલ, રેમો ગુમાન પચાયા અને લાલસિંગ નારસિંગ અજનાલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.

- text

ત્યારે આ ચારેય શખ્સોની પોલીસે અંગજડતી કરતા ચોરી કરેલો રૂ. ૧૯,૧૦૦નો મુદામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે ચારેય શખ્સોની અટકાયત કરી હતી. બાદમાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ ચારેય શખ્સોએ અગાઉ મોરબી જિલ્લામાં મહેન્દ્રનગર, ઘુંટુ, લાલપર, મકનસર, શનાળા રાજપર રોડ મળીને કુલ ૧૦ તેમજ રાજકોટમાં ૧ ઘરફોડ ચોરી કરીને રૂ. ૪.૧૦ લાખના મુદામાલની ઉઠાંતરી કરી હતી.

ચાર આરોપી પૈકી લાલસિંગ અગાઉ મહારાષ્ટ્ર, તામિલનાડુ, બેંગ્લોર ખાતે પણ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. જ્યારે મોતિયાસિંગ ઉર્ફે મુકલો અગાઉ જૂનાગઢ જિલ્લામાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.

- text