વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવમાં આરતીનો લ્હાવો લેતા જિલ્લા કલેકટર અને પોલીસવડા

- text


શહેરીજનોમાં આકર્ષણ જમાવતા માર્કેટ ચોક કા રાજા : ભાવિકોની ભીડ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં સૌથી મોટા એવા માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવ ભાવિક જનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ત્યારે અહીં યોજાતી મહાઆરતીમાં મોરબી જિલ્લા કલેક્ટર માકડીયા અને જિલ્લા પોલીસ વડા ડો.વાઘેલા ખાસ ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો.

વાંકાનેર ગણેશ ઉત્સવ સમિતિના અધ્યક્ષ જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં માર્કેટ ચોક ખાતે શાખાના ગ્રાઉન્ડમાં વિઘ્નહર્તા ગણેશજીની વાંકાનેરની સૌથી વિશાળ મૂર્તિની સ્થાપના કરવામાં આવેલ છે અને ભક્તિપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવમાં દરરોજ હજારોની સંખ્યામાં ભકતજનો ઉપસ્થિત રહે છે અને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આરતી બાદ દરેક ભાવિકોને ચોખા ઘી ના લાડુનો પ્રસાદ આપવામાં આવે છે.

- text

ગઈકાલે માર્કેટ ચોક કા રાજા ગણેશ પંડાલમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ જેમાં ગણેશજીની પૂજા મોરબી જિલ્લા કલેક્ટર માંકડીયા, તેમના ધર્મ પત્ની, મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, વાંકાનેર મામલતદાર ચાવડા, સિટી પી.આઈ. બી.ટી.વાઢીયા, તાલુકા પીએસઆઇ જી. આર. ગઢવી, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જ્યોતિસિંહએ ભક્તિમય વાતાવરણમાં મહાઆરતીનો લ્હાવો લીધો હતો.

મહા આરતી બાદ વાંકાનેરની ધર્મપ્રિય જનતાને લાડુનો પ્રસાદ આપવામાં આવેલ. આ મહાઆરતીમાં ભાજપ શહેર-તાલુકાના હોદેદારો, વેપારી પ્રતિનિધિઓ તેમજ હજારોની સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી આ મહાઆરતીનો લાભ લીધો હતો.

- text