વાંકાનેરમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લેતી એલસીબી

- text


વાંકાનેર : મોરબી એલસીબી ટીમે વાંકાનેરના રાણેકપર ગામની સીમમાં મચ્છુ નદીની કોતરમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા જગદિશભાઇ માનસીંગભાઇ કુઢીયા, ઉ.વ.૨૦ રહે.પંચાસીયા તા.વાંકાનેર અને મહેશભાઇ નાનુભાઇ સોંલકી, ઉ.વ.૨૫ રહે. કોટડા નાયાણી, તા.વાંકાનેર વાળાઓને ઝડપી લઈ દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી સાથે જેમા દેશી દારૂ લીટર-૧૫, કિંમત રૂપીયા ૩૦૦ તથા ગરમ આથો લીટર ૫૦ કિંમત રૂપીયા ૧૦૦ તથા ઠંડો આથો લીટર ૪૦૦ કિંમત રૂપીયા ૮૦૦, દારૂની ભઠ્ઠી ના સાધનો ઇન્ડીયન ગેસના બાટલા નંગ-૨ કિ.રૂ.૨૦૦૦ તથા ચુલો નંગ-૧ કિ.રૂ. ૨૦૦ એલ્યુમીનીયમનુ તપેલુ-૧ કિ.રૂ. ૨૦, પ્લાસ્ટીકની નળી તથા પતરાની પાટલી કિ.રૂ.૧૦,મળી કુલ રૂપીયા ૩૪૩૦/- ના મુદામાલ સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

 

- text