વાંકાનેરમાથી દેશી તમંચા સાથે એકને ઝડપી લેતી એસઓજી

- text


ગણેશોત્સવ અને મહોરમ તહેવારને લઈ પોલીસતંત્ર સાબદુ

વાંકાનેર : ગણેશોત્સવ અને મહોરમ પર્વને લઈ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી પેટ્રોલિંગ સઘન બનાવાયું છે ત્યારે એસઓજી ટીમે વાંકાનેરમાંથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં ચાલી રહેલ ગણેશ ઉત્સવ તથા મહોરમ તાજીયાના તહેવારોની સુરક્ષાને લઇ જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપતા મોરબી એસઓજી પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટી તથા એસ.ઓ.જી.રટાફ વાંકાનેર ટાઉનમાં જનરલ નાઇટ રાઉન્ડમાં હતા દરમિયાન સાથેના પો.કો. ધર્મેન્દ્ર વાધડીયા તથા એએસઆઇ અનિલભાઇ ભટ્ટને ગેરકાયદેસર અંગે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી.

- text

મળેલ બાતમીને આધારે વાંકાનેર શહેરના ભાટીયા સોસાયટીમાં આવેલ પ્રાથમિક શાળાના મુખ્ય દરવાજા સામેથી આરોપી પ્રધ્યુમનસિંહ ઉર્ફે ભોલો કૃષ્ણસિંહ રઘુવંશી ઉવ. ૩૭ રહે.મારૂતિ પાર્ક,ભાટીયા સોસાયટી, વાંકાનેર જી.મોરખી વાળાને ગે.કા.દેશી બનાવટની તમંચો નંગ-૧ કી.રૂ,૫૦૦૦ તથા જીવતા કાર્ટીશ નંગ-૩ કી.રૂ.૩૦૦ મળી કુલ રૂ.૫૩૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

આ કામગીરી મોરબી એસ.ઓ.જી. એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ, પો.હેડ કોન્સ. શંકરભાઇ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, ફારૂકભાઇ પટેલ, કિશોરભાઇ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, પો.કોન્સ.ધર્મેન્દ્રભાઇ વાધડીયા, ભરતસિંહ ડાભી તથા વિજયભાઇ ખીમાણીયાએ કરી હતી.

- text