ટંકારાની મહિલાને સ્વાઇન ફલૂ : રાજકોટ સારવારમાં

- text


મોરબી જિલ્લામાં ચાલુ સીઝનમાં સ્વાઇન ફ્લુનો પ્રથમ કિસ્સો સામે આવ્યો

મોરબી : સમગ્ર રાજ્યમાં સ્વાઇન ફલૂ કાળો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં પ્રથમ કિસ્સો ટંકારામાં બહાર આવ્યો છે ટંકારાની મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલના ખાસ આઈનોલેશન વોર્ડમાં સારવારમાં ખસેડાયા છે.

રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા સતાવાર જાહેર કરાયેલ વિગતો મુજબ મોરબી જિલ્લાના ટંકારાના બાવન વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂના લક્ષણો જોવા મળતા સારવારમાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સતાવાર રીતે જાહેર કરી આ મહિલાને સિવિલ હોસ્પીટલના એસોલેશન વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.

- text

ઉલ્લેખનીય છે કે છેલ્લે માર્ચ માસમાં મોરબીમાં સ્વાઇન ફ્લુનો કેસ જોવા મળ્યો હતો ત્યાર બાદ ચાલુ સિઝનમાં ટંકારા ખાતે નોંધાયેલ આ કેસ મોરબી જિલ્લાનો પ્રથમ કેસ હોવાનું સામે આવતા મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે.

- text