મોરબી તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આંબાવાડી ગામે યોજાયું

- text


૫ કૃતિઓની જિલ્લા કક્ષા માટે પસંદગી : પ્રદર્શનના ઉદ્દઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં મહાનુભાવોની ઉપસ્થિતિ

મોરબી : જીસીઇઆરટી ગાંધીનગર, ડીઆઈઇટી રાજકોટ માર્ગદર્શિત બીઆરસી ભવન મોરબી આયોજીત મોરબી તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન મોરબી તાલુકાની આંબાવાડી તાલુકા શાળા ખાતે યોજાયું હતું. જેમાં ક્લસ્ટર કક્ષાએ વિજેતા થયેલ કુલ ૪૨ શાળાઓની કૃતિઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.

પ્રદર્શનનો મુખ્ય વિષય જીવનના પડકારો માટે વિજ્ઞાનિક ઉપાયો હતો. ૫ વિભાગોમાં કૃતિઓ વહેંચાયેલી હતી. ઉદ્દઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તાલુકા પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા,તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ, મોરબી શહેરી પ્રમુખ નિતેશ રંગપડીયા, મોરબી તાલુકા પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા વગેરેની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. મોરબી તાલુકાની ૪૨ કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી હતી. નિર્ણાયકો દ્વારા જિલ્લામાં મોકલવા માટે વિભાગ વાઇસ ૧ એમ ૫ કૃતિઓ પસંદ કરવામાં આવી હતી.

- text

તમામ ભાગ લેનાર બાળકો, શાળાને શિલ્ડ,પ્રમાણપ્રત આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને સાંજે ૪:૩૦ એ સમાપન સમારોહમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશ જાકાસનીયા, મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શિવલાલ કાવરે હાજરી આપી પ્રોત્સાહક પ્રવચન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી રમેશભાઈ કાલરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી અને તમામ સીઆરસી મિત્રો અને આંબાવાડી શાળાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- text