હળવદ શહેરમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો

- text


તાલુકાની માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓએ ભાગ લીધો

હળવદ : તાજેતરમાં હળવદ તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો મોરબી જિલ્લાના હળવદ તાલુકાની મોડેલ સ્કુલ ખાતે યોજાયો હતો. આ વિજ્ઞાન મેળામાં હળવદ તાલુકાની તમામ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં તક્ષશિલા, પતંજલિ વિદ્યાલયની કૃતિઓએ છ વિભાગમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરીને હળવદમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

માધ્યમિક વિભાગમાં તક્ષશિલા વિદ્યાલય અને પતંજલિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ જુદીજુદી કૃતિઓમાં વિભાગ – માં ‘બાયોસેગ પ્લાન્ટ અને જૈવિક ખેતી’, વિભાગમાં ‘ધુમાળામાંથી કાર્બન શુÂધ્ધકરણ’, વિભાગ – ૪માં ‘કચરાનું વ્યવસ્થાપન’ તેમજ ઉ.મા. વિભાગમાં પતંજલિ અને તક્ષશિલા વિદ્યાલય તરફથી વિભાગ – રમાં ‘ઔષધીય વનસ્પતિમાંથી લેપ બનાવવો’, વિભાગ – ૩માં ‘ઓટો બ્રિજ’, વિભાગ -૪માં ‘વેસ્ટ વોટર’ જેવી કૃતિઓ પ્રથમ નંબરે રહીને ભગિની સંસ્થાઓને ચાર ચાંદ લગાવી દીધા હતા.

- text

શાળાના સંચાલક રમેશભાઈ કૈલાએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ તમામ કૃતિઓ બનાવવા માટે શાળાના શિક્ષકો અંકિતભાઈ, જાગૃતિબેન, રિમ્પલબેન, કૃણાલભાઈ, જીજ્ઞેશભાઈ, પાર્થભાઈ અને ટીમના કન્વીનર ભરતભાઈ પટેલ સહિત વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text