પાણીનો પોકાર : કોયબાના ગ્રામજનોએ ડેમ ભરવા નાયબ મુખ્યમંત્રીને કરી રજુઆત

- text


વરસાદ ખેંચાયો છે ત્યારે વહેલી તકે ડેમ ભરી ખેડૂતોને પાણી કરાઈ માંગ

હળવદ : કોયબાના ગ્રામ પંચાયત દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીએ ધસી જઈ ગામમાં આવેલ ખારી ડેમને નર્મદાના નીરથી ભરવા નાયબ મુખ્યમંત્રીને સંબોધીને રજુઆત કરાઈ છે.હળવદ તાલુકામાં ચોમાસા દરમિયાન ત્રણથી ચાર ઈંચ જેટલો સામાન્ય વરસાદ પડયો છે જેના કારણે મોટા ભાગના ગામોના તળાવોને ભરવા ગ્રામજનો દ્વારા રજુઆતો કરાઈ રહી છે સાથે જ અગાઉ પણ બ્રાહ્મણી ૧ અને ર ડેમને નર્મદાના નીરથી ભરવા રજુઆતો કરાઈ હતી ત્યારે આજરોજ હળવદ તાલુકાના કોયબા ગ્રામ પંચાયત દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેર કચેરી ખાતે ધસી નાયબ મુખ્યમંત્રીને ખારી ડેમ ભરવા માંગ કરાઈ હતી. આ રજુઆતમાં જણાવ્યા મુજબ હળવદ તાલુકામાં કપાસ જેવા પાકોને ભરપૂર વાવેતર થયું છે ત્યારે પાણીની પરિÂસ્થતિ નહીવત છે અને વરસાદ પણ સામાન્ય રહ્યો હોય ત્યારે પીવાના પાણી અને પાકોની માવજત અંગે પીયત માટે પાણી તેમજ પશુધનને પીવાના પાણીની ભારે કપરી પરિÂસ્થતિ સર્જાઈ છે. કોયબા ગામે આવેલ નદીના પટથી ઉપરના ભાગના નાની સિંચાઈ વિભાગના ખારી ડેમમાં નર્મદાના નીરથી ભરાઈ શકે તેમ છે. જા ખારી ડેમને નર્મદાના નીરથી ભરવામાં આવે તો લોકોને પીવાનું પાણી, ખેડૂતોને પિયતતનું પાણી અને પશુધનને પીવાનું પાણી મળી શકે છે જેથી ખારી ડેમને વહેલી તકે ભરવામાં આવે તેવું જણાવ્યું હતું. તો સાથોસાથ પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા, કલેકટર કચેરી સુરેન્દ્રનગર, કલેકટર કચેરી મોરબી તેમજ કાર્યપાલક ઈજનેર સુરેન્દ્રનગર સહિત નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે.

- text