મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના કૌભાંડમાં મુખ્યમંત્રીએ છોડયા તપાસના આદેશ

- text


પૂર્વમંત્રી જયંતીભાઈ કવાડીયાએ કરી હતી લેખિત રજુઆત : કૌભાંડીઓમાં ફફડાટ

જળ સંપતિ સચિવએ તપાસ માટે ઉચ્ચ અધિકારીઓને મોરબી કર્યા રવાના

હળવદ : હળવદ સહિત મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં ચાલુ વર્ષ દરમિયાન મોટા પાયે ગેરરીતિ આચરી હોવાનો સામે આવ્યું હતું. તાલુકામાં રૂ.પ.૮૩ કરોડ જુદાજુદા ગામોના તળાવોના રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા હતા પરંતુ હરામનું ખાવા ટેવાયેલા અમુક અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મીલી ભગતથી કામ કાગળો પર બતાવી રૂપિયા મેળવી લીધા હોવાનો સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો ત્યારે પૂર્વ મંત્રીએ કવાડીયાએ આ અંગેની મુખ્યમંત્રીને રજુઆત કરાતા મુખ્યમંત્રીએ તાત્કાલીક જળ સંપતિ સચિવને તપાસના આદેશો છોડતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે.

- text

હળવદ તાલુકા સહિત મોરબી જિલ્લામાં કરોડો રૂપિયા નાની સિંચાઈ યોજના અંતર્ગત ગામડાઓના રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા હતા. ત્યારે તળાવોનું કામ માત્ર કાગળ પર બતાવી મોટા ભાગના નાણા કામ કર્યા વગર કોન્ટ્રાકટર અને અમુક અધિકારીઓ દ્વારા પોતાના ખીસ્સામાં સેરવી લીધા હતા. જયારે આ બાબતે અગાઉ તાલુકાના જુદાજુદા ગામોના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્યો સહિત હળવદ -ધ્રાંગધ્રાના ધારાસભ્યએ યોગ્ય તપાસ કરવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી. ત્યારે આજરોજ પૂ્‌ર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયાએ હળવદ પંથક સહિત મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત થયેલ કૌભાંડનું મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી હતી. આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાત્કાલીક જળ સંપતિ સચિવને તપાસના આદેશો છોડયા છે. જેના પગલે સચિવ એમ.કે. જાદવએ તપાસ અર્થે અધિકારીઓની ટીમને મોરબી રવાના કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉચ્ચકક્ષાએથી તપાસના આદેશો વછુટતા કૌભાંડીઓમાં ફફડાટ સાથે દોડધામ મચી જવા પામી હોવાનું પણ સામે આવ્યું છે. જાકે નાની સિંચાઈ યોજના અંતર્ગત થયેલ કૌભાંડમાં યોગ્ય તપાસ કરવામાં આવે તો કેટલાય અધિકારીઓ અને રાજકીય આગેવાનોના નામ બહાર આવે તેમ છે.

- text