મોટાભેલા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

- text


૨૯ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ અવનવી કૃતિઓ રજૂ કરી

મોરબી : જી.સી.ઈ. આર.ટી. ગાંધીનગર પ્રેરીત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ તથા જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી માર્ગદર્શીત તેમજ તાલુકા પંચાયત તથા બી.આર.સી. ભવન માળિયા આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મોટાભેલા પ્રાથમિક શાળામાં યોજાયું હતું.

મુખ્ય વિષય ‘જીવનના પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો’ સાથે પાંચ પેટા વિભાગ માં યોજાયેલ આ પ્રદર્શનમાં તાલુકાની કુલ ૨૯ પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અવનવી કૃતિઓ રજૂ કરી હતી જેમાં મોર્ડન ફાર્મ, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત દ્વારા વિદ્યુત ઉત્પાદન, સંખ્યા ઘર, સફાઈના સાધનો, કિટનાશક યંત્ર, ફાયર સેફટી એલાર્મ, કારખાનાના ગંદા પાણીના શુદ્ધિકરણનો પ્લાન, સજીવ ખેતી જેવી અનેક ઉત્તમ કૃતિઓ હતી.

- text

આ પ્રદર્શન માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તેમની શાળાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેના દાતા અર્પિત શૈક્ષણિક સંકુલ હડાળા – રાજકોટ ના મેનેજીંગ ડાયરેક્ટર નરેન્દ્રભાઈ સિણોજીયા હતા. તથા આ કાર્યક્રમના ઉદ્દઘાટન અને સમાપન કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ પીઠડીયા એ સાંભળ્યું હતું.

આ તકે માળિયા તાલુકા વિકાસ અધિકારી રાણપરા સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિજ્ઞાબેન અમૃતિયા, બી.આર.સી.કો. ઓર્ડીનેટર અશોકભાઈ અવાડીયા, મોટાભેલા ગ્રામ પંચાયતના સભ્ય મૂળુભાઈ ગોહિલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હૂંબલ, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી હસુભાઈ વરસડા, તાલુકા પંચાયત કર્મચારી મંડળીના પ્રમુખ છગનભાઈ સરડવા, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ રાઠોડ સાહેબ, પ્રાથમિક શિક્ષક સંઘના મોરબી જિલ્લાના પ્રતિનિધિ પ્રભાતભાઈ લાવડીયા, તાલુકાના તમામ સી.આર.સી., તાલુકા શાળાના આચાર્યો, શિક્ષક સંઘના સભ્યો, અન્ય શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવપર તાલુકા શાળા તેમજ તમામ પેટા શાળા પરિવારે ખૂબ જહેમત ઉઠાવી હતી.

 

- text