મોરબી : વિસર્જન માટે ગણેશજીની મૂર્તિઓનું ચાર સ્થળોએથી કલેકશન કરાશે

- text


લોકોના ઘસારાને ધ્યાને લઈને ચારે સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે : ફાયરબ્રિગેડની ટીમને પણ તૈનાત રખાશે

મોરબી : મોરબી પાલિકા દ્વારા વિસર્જન માટે ગણેશજીની પ્રતિમાનું કલેકશન ચાર સ્થળોથી કરવામાં આવશે. એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્કાય મોલ પાસે અને ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મૂર્તિઓનું કલેકશન કરવામાં આવનાર છે. આ ચારેય સ્થળોએ લોકોના ભારે ઘસારાને ધ્યાને રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે.

મોરબી પાલિકા દ્વારા ગણેશજીની મૂર્તિના વિસર્જન આરટીઓની પાછળ,કંડલા બાયપાસ પુલ નીચે, ઓમ શાંતિ સ્કૂલની પાછળ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની મૂર્તિનું કલેકશન કરવામાં આવશે. બાદમાં પાલિકાની ટીમ તમામ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરશે. કલેકશન માટે શહેરમાં ચાર સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.

- text

શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્કાય મોલ પાસે અને ગર્લ્સ હાઈસ્કૂલ આ ચાર સ્થળોએ મૂર્તિઓનું કલેકશન કરવામાં આવશે. આ ચારેય સ્થળોએ લોકોની ભારે ભીડ રહેશે. જેને ધ્યાને લઈને એસપી ડો. કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ફાયરબ્રિગેડની ટીમને તૈનાત રાખવામાં આવશે.

- text