ગાંધીનગરમાં મોરબી જિલ્લાના કોંગી ધારાસભ્યોને પોલીસે અટકાવતા રસ્તા પર ધરણા કર્યા

- text


વાંકાનેર : ભાજપ સરકારને ભીડવવા કોંગ્રેસ દ્વારા વિધાનસભાનો ઘેરાવ કરવા જાહેર કરાતા મોરબી જિલ્લાના ધારાસભ્યોને વિધાનસભા ગૃહમાં જતા અટકાવવામાં આવતા ધારાસભ્યોએ જાહેર માર્ગ ઉપર જ ધરણા કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસના વિધાનસભા ઘેરાવના કાર્યક્રમને કારણે ગાંધીનગરમાં જગ્યા-જગ્યાએ પોલીસ દ્વારા ધારાસભ્યોને રોકીને તમે કયા પક્ષના ધારાસભ્યો છો એમ પૂછવામાં આવતું હતું.

- text

જો ભારતીય જનતા પક્ષ સિવાયના કોઈ પક્ષના ધારાસભ્યો હોય તો તેને જગ્યા – જગ્યા ઉપર રોકી દેવામાં આવ્યા હતા. દસાડા -લખતર ના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની ગાડીમાં વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા અને અન્ય એક ધારાસભ્ય એમ કુલ ૪ ધારાસભ્યોને વિધાનસભાના પ્રવેશદ્વાર ઉપર રોકવામાં આવ્યા હતા જેના વિરોધમાં ચારેય ધારાસભ્યોએ પ્રવેશદ્વાર પાસે રોડ ઉપર બેસી ધરણા કરતાં અંદર પ્રવેશ અપાયો હતો.

 

- text