હળવદમાં પણ મિશ્ર વાતાવરણના કારણે વાયરલ ઈન્ફેકશનમાં ઉછાળો

- text


હળવદના સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓનો ધસારો : આરોગ્ય વિભાગ સક્રિય

હળવદ : હળવદમાં પણ મિશ્ર વાતાવરણના કારણે વાયરલ ઈન્ફેકશનમાં ભારે ઉછાળો આવ્યો છે જેના કારણે સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાવ, શરદી અને ઉધરસના દરરોજ ૪૦૦ જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત શહેરની ખાનગી હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

હળવદ પંથકમાં પાછલા થોડા સમયથી મિશ્ર વાતાવરણ સર્જાયું છે, બેવડા વાતાવરણના અસરથી લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર જાવા મળી રહી છે. જેના કારણે લોકો સામાન્ય રોગોના શિકાર બન્યા છે. જેથી દર્દીઓથી સરકારી સહિત ખાનગી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. દરરોજ તાવ, શરદી, ઉધરસ અને ઝાલા-ઉલટીના અંદાજીત ૩પ૦-૪૦૦ જેટલા દર્દીઓ નોંધાઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર અને ગ્રામ્ય પંથકમાં આવેલ સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોકટરોની ઘટ હોવાથી હાજર ડોકટરો પર કામગીરીનું ભારણ વધુ છે પરિણામે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. જાકે સરકારી હોસ્પિટલ કરતા ખાનગી દવાખાનામાં વાયરલ ઈન્ફેકશનના દર્દીઓની સંખ્યાનો આંકડો વધુ જાવા મળે છે. શહેરની નાના – મોટા ખાનગી દવાખાનાઓમાં તાવ, શરદી અને ઉધરસ જેવી વાયરલ બિમારી ધરાવતા દર્દીઓથી ઉભરાઈ રહી છે. આવા વાયરલ ઈન્ફેકશનના પગલે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર તપાસ હાથ ધરી છે.

- text

હાલ હળવદ તાલુકામાં સીઝનલ ફલુના સર્વેની કામગીરી ચાલુ છે : તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભાવિન ભટ્ટી

આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભાવિન ભટ્ટીએ જણાવ્યું હતું કે, જયારે વાયરલ ઈન્ફેશન લાગે ત્યારે અથવા વાયરલ ચેપથી બચવાના ઉપાયો હાથ ધરવા જાઈએ. જેમાં ખાસ વધુ પાણી પીવુ, પુરતો આરામ કરવો, પુરતી ઉંઘ લેવી તેમજ વિટામીન સી યુકત ખાટા ફળો આરોગવા ઉપરાંત મેળા, સભા, સરઘસ તેમજ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જાઈએ. સેન્ટ્રલ એરકંડીશનવાળી જગ્યાએ જવાનું ટાળવું. નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરવું, હાથ મિલાવવા નહીં. ખાંસી કે છીંક ખુલ્લી હથેળીમાં ખાવી નહીં, પરંતુ રૂમાલમાં ખાવી અને તેને ગરમ પાણીથી ધોઈ નાખવું.

વાયરલ ઈન્ફેકશનના લક્ષણો : શરદી, નાક સતત વહેવું, શરીરમાં બેચેની, ઉબકા, ગળામાં સોજા, શ્વાસ લેવામાં તકલીફ સહિતના વાયરલના લક્ષણો છે. જાકે વધુમાં ડો.ભાવિન ભટ્ટીએ ઉમેર્યું હતું કે, સ્વાઈન ફલુનું નામ બદલાઈને હાલ સિઝનલ ફલુ છે, વધારે પડતો તાવ આવે, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલી જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

- text