હળવદના માનગઢ ગામે રામદેવપીરનો નેજા ઉત્સવ યોજાયો

- text


ગ્રામજનો દ્વારા રામદેવપીરના નેજા સાથે નિકળી ભવ્ય શોભાયાત્રા : મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા

હળવદ : ભાદરવા માસ દરમિયાન આવતા રામદેવપીરના નવ દિવસીય નોરતાનો આજે છેલ્લા દિવસે આજે ઠેરઠેર રામદેવપીરના નેજા ઉત્સવના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના માનગઢ ગામે રામદેવપીરના મંડળ દ્વારા ભવ્ય નેજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગે ફરી હતી તો સાથે જ ગામમાં આવેલ રામદેવપીરના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા હતા.આ નેજા ઉત્સવ કાર્યક્રમ દર વર્ષની માફક આ વર્ષે પણ નેજા ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રામદેવપીરના નેજા ઉત્સવ નિમિતે રામદેવપીરના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા.

- text

આ પ્રસંગે માનગઢ ગામે રામદેવપીરના નેજા ઉત્સવમાં ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જેમાં ભાવિક ભકતોએ ડીજેના તાલે રાસ – ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુ ગામના લોકો પણ આ ઉત્સવમાં જાડાયા હતા. તદઉપરાંત આ ધાર્મિક ઉત્સવમાં રામદેવપીરના મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું યોજાયા હતા જેમાં રામદેવપીરની પુજા, અર્ચન સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપÂસ્થત રહ્યા હતા.

- text