વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલમાં જિલ્લાની પ્રથમ અટલ ટિકરીંગ લેબનો શુભારંભ

- text


રૂ. ૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલી લેબનું જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે ઉદ્દઘાટન

વાંકાનેર : આજે વાંકાનેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે જીલ્લામાં ફકત એકજ બનાવવામાં આવતી એવી રૂ. ૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલી અટલ ટિકરીંગ લેબનો મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી દવેના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

વાંકાનેરની સૌથી જૂની અમારસિંહજી હાઈસ્કૂલ ખાતે આજે અટલ ટિકરીંગ લેબનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ આ લેબ મોરબી જીલાની સૌપ્રથમ લેબ છે જે સંપૂર્ણ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી નીતિ આયોગ દ્વારા બનાવવામાં આવી છે આ લેબનો અંદાજિત ખર્ચ ૨૦ લાખ રૂપિયા છે. આ લેબ બાળકમાં રહેલા સર્જનાત્મક અને સંશોધાત્મક કૌશલ્યને બહાર લાવવામા ખૂબ મદદરૂપ થઇ શકે છે. આ લેબમાં વિદ્યાર્થીઓને અઠવાડિયે બે કલાકના બે પિરિયડ આપવામાં આવશે જેમાંથી તેઓ ડિજીટલ અને થ્રિડી પ્રિન્ટ, ઇલેક્ટ્રીક, ટેકનિકલ અને મિકેનિકલ વગેરે વિષયોમાં પ્રાથમિક નોલેજ આપવામાં આવશે.

- text

આ લેબ શરૂ કરવાનો સરકારનો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ દરમ્યાન ઘર વપરાશ કે સામાન્ય ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં આવતા કામો શીખી શકે અને રોજગારી મેળવી શકે. આમ અભ્યાસની સાથે રોજગાર લક્ષી પાયાનું જ્ઞાન પણ આપતી વાંકાનેર એકમાત્ર સ્કૂલ બની છે. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ દરમિયાન આવા નાના-નાના કામો શીખી અને ભવિષ્યમાં આ કામો થકી રોજગારી મેળવી શકે. જેથી તમામ વિદ્યાર્થીઓએ આ લેબનો વધુમાં વધુ લાભ લે. આ સમારંભમાં જિલ્લા શિક્ષણ અધિકારી ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા.

 

- text