મોરબીના સાર્થક વિદ્યામંદિરે ગણિત વિજ્ઞાનના બે પ્રદર્શનમાં બાજી મારી

- text


શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી સ્મોક ફ્રી ઇન્ડિયા અને વર્ગમુળ ઉકેલ કૃતિ પ્રથમ ક્રમે

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરે ગણિત વિજ્ઞાનના બે પ્રદર્શનમાં પ્રોજેકટ રજૂ કર્યા હતા. ત્યારે શાળાએ આ બન્ને પ્રદર્શનમાં બાજી મારીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

ગત તા.૧૨ના રોજ ઉમાં વિદ્યાસંકુલ ખાતે યોજાયેલ એસવીએસ કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં સાર્થક વિદ્યામંદિરની સ્મોક ફ્રી ઇન્ડિયા કૃતિને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો. તેમજ તા.૧૭ના રોજ સીઆરસી કક્ષાએ યોજાયેલ ધોરણ-૬ થી ૮ના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વર્ગમુળ ઉકેલ કૃતિને પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે.

- text

આ સફળતા બદલ તમામ વિદ્યાર્થી તેમજ કૃતિના માર્ગદર્શક શિક્ષકોને એસવીએસના કન્વીનર સાંણજા તેમજ સીઆરસી કન્વિનર રાકેશભાઈએ અભિનંદન પાઠવ્યા હતા.

- text