મોરબીની નવજીવન વિદ્યાલયની બાળાઓ રાજ્યકક્ષાની લગ્નગીત સ્પર્ધામાં દ્વિતીય

- text


મોરબી : મોરબીની નવજીવન વિઘાલયની બાળાઓએ રાજ્ય કક્ષાની લગ્નગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવીને સમગ્ર મોરબી પંથકનું ગૌરસવ વધાર્યું છે. ત્યારે આ છાત્રાઓ તેમજ શાળાને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

મોરબીની નવજીવન વિદ્યાલયની છાત્રાઓએ ઓગષ્ટ-૨૦૧૮માં પ્રદેશકક્ષાની કલામહાકુંભ લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની હતી. ત્યાર બાદ આ બાળાઓએ રાજય કક્ષાની કલામહાકુંભ લગ્નગીત સ્પર્ધામાં ભાગ લીધેલ, જે ભરૂચ મુકામે યોજાઇ હતી. તેમા અન્ડર- ૧૪ની વયજુથમાં નવજીવન વિદ્યાલયની બાળાઓ સમગ્ર ગુજરાત રાજયમાં દ્વિતીય ક્રમે વિજેતા થઈ છે.

- text

સ્પર્ધામાં ભાગ લેનાર બાળાઓ ઘોડાસરા વિશ્વા, મેરજા દિશા , કેશવી ચાવડા , અઘારા શ્રુતિ, સધાતિયા પ્રિયાંશી અને ત્રિવેદી દિયા અને તેમના કલા શિક્ષક તૃષારભાઇ ત્રિવેદીને શાળા પરિવાર તરફથી કેમ્પસ ડાયરેકટર ડી.બી. પાડલીયા અને આચાર્ય અતુલભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા છે.

 

- text