નેશનલ લેવલની મેકો મોટરસ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં ઝંડો ગાળતો મોરબીનો ટેણીયો

- text


હૈદરાબાદ ખાતે યોજાયેલ ગો કાર્ટ નેશનલ ચેમ્પિયનશીપમાં નાની ઉંમરે ત્રીજા ક્રમે મેળવ્યો

મોરબી : ગો કાર્ટ સ્પોર્ટસમાં નેશનલ લેવલની રોટેક્સ નેશનલ કારટિંગ ચેમ્પિયનશિપમાં મૂળ મોરબીના અને હાલ રાજકોટ એસ.એન.કે. સ્કૂલમાં અભ્યાસ કરતા ટબુકડાએ નાની ઉમરમાં સમગ્ર દેશમાં ત્રીજુ સ્થાન મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે.

મોરબીના ઈન્કેરા ઇન્ડસ્ટ્રીઝના પાર્ટનર મયુરભાઈ દેત્રોજાના પુત્ર જાગ્રતે તાજેતરમાં હૈદરાબાદ ખાતે યોજાયેલ નેશનલ લેવલની રોટેક્સ નેશનલ કારટિંગ ચેમ્પિયનશિપમાં ઓલ ઇન્ડિયામાં સૌથી નાની વયજૂથમાં ત્રીજું સ્થાન મેળવી વિજેતા બન્યો હતો.

- text

થર્ડ રેન્કમાં નેશનલ ચેમ્પિયન જીતનાર જાગ્રત નાની ઉંમરે જ ગો કાર્ટ જેવી રમતમાં કાઠું કાઢ્યું છે, અગાઉ ગો કાર્ટ માટે વડોદરામાં સઘન તાલીમ મેળવ્યા બાદ સ્પેનમાં પણ ગહન તાલિમ મેળવી નાની ઉંમરમાં સમગ્ર દેશમાં મોરબી અને દેત્રોજા પરિવારનું નામ રોશન કર્યું છે.

હાલમાં જાગ્રત રાજકોટની એસ.એન.કે.સ્કૂલમાં સેકન્ડ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરે છે રમત – ગમતની સાથે જાગ્રત ભણવામાં પણ ખૂબ જ તેજ તરરાર છે, નોંધનીય છે કે જાગ્રતને ઈન્કેરા કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો.

વધુ ફોટા જોવા ફોટા સ્ક્રોલ કરો..

- text