હળવદના બસ સ્ટેશનને તરણતેરનો મેળો ફળ્યો : રૂ.૪.૧૦ લાખની આવક

- text


ચાર દિવસ ચાલેલા તરણેતરના ભાતીગળ મેળામાં લોકોનો ભારે ધસારો રહ્યો : મેળામાં ૧૩૦થી વધુ ટ્રીપોથી ગત વર્ષ કરતા વધુ આવક નોંધાઈ

હળવદ : તાજેતરમાં એસ.ટી. નિગમ દ્વારા અતિ પ્રસિદ્ધ એવા તરણેતરના મેળામાં જતા મુસાફરો માટે હળવદ બસ સ્ટેશનને રપ ફાળવાઈ હતી. હળવદથી તરણેતર જતા લોકોનો ભારે ધસારો રહ્યો હતો. તો સાથોસાથ તરણેતરના મેળામાં ર૪ કલાક એસ.ટી. બસ દોડતી જાવા મળી હતી. ચાર દિવસીય ચાલેલા તરણેતરના મેળા દરમિયાન હળવદ બસ સ્ટેશનને ફાળવેલ રપની ૪.૧૦ લાખની આવક થઈ છે.

- text

હળવદ પંથકમાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી પરિસ્થિતિ વર્તાઈ રહી છે ત્યારે ચાર દિવસીય યોજાયેલ તરણેતરના ભાતીગળ લોકમેળા માટે હળવદથી તરણેતર જતા મુસાફરો માટે એસ.ટી. નિગમ દ્વારા રપ બસોની ફાળવણી કરાઈ હતી. આ ચાર દિવસ દરમિયાન હળવદ બસ સ્ટેશન ખાતે મેળો મહાલવા જતા લોકોની લાંબી કતારો લાગી હતી. ત્યારે આજરોજ તરણેતરના મેળાની પૂર્ણાહુતિ થતા હળવદ ખાતે ફાળવોલ રપ બસોની ૪.૧૦ લાખની આવક નોંધાઈ છે. જયારે ગત વર્ષ ર૦૧૭ની સરખામણીમાં તરણેતરના મેળા થકી આ વર્ષે એસ.ટી. વિભાગને રૂ.૧.ર૦ લાખનો વધારો નોંધાયો છે. જેમાં હળવદ બસ સ્ટેશનને ફાળવાયેલ રપ બસોએ ૧૩૦થી વધુ મેળાની ટ્રીપો કરી હતી. તો સાથોસાથ એસ.ટી. નિગમના કર્મચારી શિવરાજસિંહ ઝાલા અને કર્મચારી મંડળના પ્રવિણભાઈ રબારી દ્વારા સમગ્ર કામગીરી દરમિયાન કરાયેલ વ્યવસ્થાથી મેળો મહાલવા જતા મુસાફરોએ આ ઉમદા કામગીરી બિરદાવી હતી.

 

- text