મોરબી : રવિરાજ ચોકડી નજીક પેટ્રોલપમ્પમાં લૂંટ

બે દિવસ પૂર્વે બનેલી ઘટનામાં હજુ પોલીસ ફરિયાદ નથી નોંધાઇ

મોરબી : મોરબી બાયપાસ રોડ અને માળીયા હાઇવે નજીક આવેલ રવિરાજ ચોકડી પાસે બે દિવસ પૂર્વે પેટ્રોલપમ્પમાં લૂંટની ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે, જો કે આ મામલે હજુ સુધી સતાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી બાયપાસ અને માળીયા હાઇવે વચ્ચે રવિરાજ ચોકડી નજીક આવેલા પેટ્રોલ પમ્પમાં બે લૂંટારુઓએ લૂંટને અંજામ આપી પેટ્રોલ પમ્પના કેશ કાઉન્ટરમાંથી નાણાં ઉસેડી ગયા હતા.

વધુમાં લૂંટનો સમગ્ર બનાવ સીસી ટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

ઉલ્લેખનીય છે કે રવિરાજ ચોકડી નજીકનું બનાવ સ્થળ બી ડિવિઝન પોલીસ અને મોરબી તાલુકા પોલીસની હદમાં આવે છે તે નકી થયું નથી અને આ વિસ્તારનો હદ નો પ્રશ્ન વર્ષો જૂનો હોય બન્ને પોલીસ મથકના સતાવાર સુત્રોએ લૂંટની ઘટનાની પુષ્ટિ કરી નથી.