ખેતતલાવડીમાં છુપાવેલો રૂ. ૧.૩૮ લાખનો દારૂ શોધી કાઢતી માળીયા પોલીસ

- text


મહામહેનતે માળીયા પોલીસે ખેતતલાવડીમાં ઊંડા પાણીમાં બાચકા ભરીને છુપાવેલો દારૂનો જથ્થો બહાર કાઢ્યો

માળીયા : માળિયાના વેજલપુર ગામે સીમમાં ખેતતલાવડીમાં છુપાવેલો રૂ. ૧.૩૮ લાખનો દારૂ પોલીસે પકડી પાડ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયા પોલીસે બાતમીના આધારે વેજલપુર ગામે સીમમાં આવેલ ખેતતલાવડીમાં વિજય જયંતિભાઈ અઘારાએ છુપાવીને રાખેલો ૪૬૩ બોટલ વિદેશી દારૂ કિંમત રૂ. ૧,૩૮,૯૦૦ પકડી પાડ્યો હતો. પોલીસે ભારે જહેમત બાદ આ દારૂનો જથ્થો ખેતતલાવડીમાંથી બહાર કાઢ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- text

ખેત તલાવડીના છુપાવેલો દારૂ શોધી કાઢવા અંગેની સફળ કામગીરીમાં માળીયા મિયાણાના પીએસઆઇ જે.ડી.ઝાલા તથા મહેશભાઈ બાલાસરા, મનસુખભાઇ મઢ, ભરતભાઈ ઝીલરીયા, મહપતસિંહ સોલંકી,દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ ઝાલા, રમેશભાઈ રાઠોડ, લાલભા ચૌહાણ, વિનોદભાઈ ચાવડા સહિતના સ્ટાફે જેહમત ઉઠાવી હતી.

- text