માળિયા મીયાણા તાલુકામાં ભર ચોમાસે છેલ્લા પાંચ દિવસ પાણી વિતરણ ઠપ્પ

- text


લાઈન રીપેરીંગ ના નામે પાણી વિતરણ બંધ કરાતા લોકોમાં રોષ

માળીયા : માળિયા મીયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં અચાનક પાણી વિતરણ છેલ્લા પાંચ દિવસ થયા બંધ થતા લોકો પાણી માટે રીતસર મોટી મોટી કતારો લગાવી બેડા યુધ્ધ કરી પાણી મેળવતા નજરે પડતા દ્રશ્ય જોવા મળી રહ્યા છે, બહાર ચોમાસે આ સ્થિતી છે તો આવનાર દિવસોમાં શુ હાલત થશે તે કહેવું મુશ્કેલ બન્યું છે.

માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામેથી પાણીની સપ્લાય કરવામાં આવે છે જે અચાનક છેલ્લા પાંચ દિવસ થયા બંધ કરી દેવાતા લોકો અચંબામાં મુકાયા હતા અને પાણી પુરવઠા અધિકારીઓને ફોન રણકતા કર્યા હતા
આવા એક યુવાન દુલભજીભાઇ જશમતભાઇ કાવરે જણાવ્યુ હતુ કે અમોએ પાણી પુરવઠા અધિકારીનો ફોન દ્રારા કોન્ટેક કરી છેલ્લા પાંચ દિવસ થયા વિતરણ નથી થતુ તેવુ પુછતા પાણીની લાઇન રીપેરીંગ કામ ચાલુ છે એટલુ કહી ફોન કાપી નાખેલ અને હવે ફોન રીસીવ નથી કરતા તેમ જણાવ્યુ હતુ.

જયારે મોરબી અપડેટને પાણી પુરવઠાના રાઠોડભાઇએ જણાવ્યુ હતુ કે હાલ પાણીની લાઇનનુ કામ ચાલુ હોઈ જેના લીધે તારીખ ૧૧-૯-૨૦૧૮ થી ૧૬-૯-૨૦૧૮ સુધી પાણી વિતરણ કામગીરી બંધ કરાઈ છે જે તે ગામના સરપંચોને પાણી વિતરણ બંધ રહેવા બાબતે ટપાલ દ્રારા નોટીસ પાઠવી છે બે દિવસ પછી પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે હાલ મોટીબરાર સંપમાં પાણીની સપ્લાય ચાલુ કરવામાં આવી છે પીપળીયા બરવાળા નાનાભેલા જેવા સંપમાં હજી પાણી સપ્લાય ચાલુ નથી કરાઈ.

- text

આ સવાલના જવાબમાં પણ એક વાત સ્પષ્ટ થઈ હતી કે જો પાંચ દિવસ પાણી સપ્લાય ખરેખર બંધ રાખવામાં આવવાની હોય તો પાણી પહેલા પાળ બાંધવાની જગ્યાએ જે તે ગામના સરપંચોને આગોતરી નોટીસ દ્રારા જાણ કરવી જોઈએ પોસ્ટ દ્રારા નોટિસ પાઠવી છે તો કયારે ? આવા અનેક સવાલ ખુદ જવાબદાર અધિકારીએ ઉભા કર્યા હતા.

ઉનાળામાં દર વર્ષે માળિયા મીયાણા તાલુકાની પરિસ્થિતિઓ વિકટ હોય છે આ વર્ષે ભર ચોમાસે આવી પરિસ્થિતિઓ ઉભી થતા આવનાર સમયની વાસ્તવિકતા કંપારી ઉભી કરનાર હોય તેવુ અત્યારથી જ પ્રતિત થઈ રહ્યું છે.

લોકોના જણાવ્યા અનુસાર આ વર્ષે વરસાદ ઓછો છે તળાવ કુવાના તળમાં ખારાશ હોવાથી પીવાના પાણીની સમસ્યાઓને પહોચી વળવા સરકારે માળિયા મીયાણા તાલુકા માટે આગોતરા આયોજન ગોઠવવા જરુરી બન્યા છે નહીંતર આવનાર દિવસોમાં પાણીની સમસ્યાઓ ને લઇને ભયાનક દ્રશ્ય જોવા મળે તેવી હાલત ઉભી થઈ છે.

 

- text