જિલ્લા પંચાયતના સદસ્યની પુત્રી સાથે પ્રેમ સંબંધ મામલે ઘરમાં ઘુસી તોડફોડ : બે વાહનોમાં આગચંપી

- text


હળવદના ડુંગરપુરમાં પ્રેમ પ્રકરણ મામલે ઘરમાં ઘુસી તોડફોડ કરી વાહનો સળગાવી નંખાયા

હળવદ : હળવદ તાલુકાના ડુંગરપુર ગામે જિલ્લા પંચાયતના સદસ્યના પતિએ પોતાની પુત્રી સાથેના પ્રેમ સબંધ મામલે યુવકના ઘરે જઈ આંતક મચાવી યુવકને અને પરિવારજનોને માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી વાહનો સળગાવી નાખતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા સનસનાટી મચી જવા પામી છે.

આ ચકચારી પ્રકરણ અને ડખ્ખાની વિગત જોઈએ તો હળવદના ડુંગરપુર ગામે રહેતા ભરતભાઇ અલુભાઇ આકરીયા ઉ. ૪૦ ના પુત્ર અનિલને જિલ્લા પંચાયતના સભ્ય કાંતાબેન હનુભાઇ વિઠલાપરાની પુત્રી સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હોય જે સામ વાળાને ગમતું ન હોવાથી ગઈકાલે આરોપી (૧) હનુભાઇ જેસીંગભાઇ વિઠલાપરા (૨) અશ્વિનભાઇ હનુભાઇ વિઠલાપરા (૩) ઘીરૂ ઉર્કે ધારા દિપકભાઇ (૪) અક્ષયભાઇ મગનભાઇ તમામ રહે. ડુંગરપુર વાળાઓએ એક સમ્પ કરી ફરિયાદીના ઘર ઉપર હુમલો કરી વાહનો સળગાવી નાખ્યા હતા.

આ મામલે ફરિયાદી ભરતભાઇ આકરિયાએ હળવદ પોલીસ મથકમાં ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૪૩૫, ૪૨૭, ૪૫૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જીપી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે આ કિસ્સામાં અનીલને આરોપી હનુભાઇની દિકરી સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ હોય જે આરોપી હનુભાઇને ગમતુ ન હોય જેનુ મનદુખ રાખી આ કામના આરોપીઓએ તેમના દિકરા અનીલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અગાઉ આ તમામ લોકોને ગામ છોડી ચાલ્યા જવા મજબૂર કર્યા હતા.

જ્યારે ગઈકાલે હુમલો કરી ફરીયાદીના ભાઇ રામજીને ગાળો ફરીયાદીના ઘરમાં અપ પ્રવેશ કરી ઘરમાં તોડ કોડ નુકસાન કરી તેમજ ફરીયાદીના માલીકીના વાહનો છકડો રીક્ષા તથા ટેમ્પો ૪૦૭ ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી સળગાવી દઇ કુલ કિંમત રૂ. ૭૦,૦૦૦ નુ નુક્શાન કરી તેમજ સાહેદ લીલાબેન તથા મીતલને લાકડી ધોકા વડે મૂંઢ મારી ઇજા કરી ગુનામાં એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજીસ્ટ્રેટના હથીચાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબત હાલ પોલીસ મથકમાં ગુન્હો દાખલ થયો છે.

- text