મોરબીની નાલંદા વિદ્યાલયના છાત્રોએ રાજ્યકક્ષાની સેપક ટકરાવ સ્પર્ધામાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેળવ્યો

- text


અન્ડર- ૧૪ ભાઈઓની ટીમે ગોલ્ડ અને અન્ડર-૧૯ ભાઈઓની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું

મોરબી : મોરબીની નાલંદા વિદ્યાલયની ટીમોએ આજે રાજ્ય કક્ષાની સેપક ટકરાવ અન્ડર -૧૪ ભાઈઓની કેટેગરીમાં ગોલ્ડ તેમજ અન્ડર-૧૯ ભાઈઓની કેટેગરીમા બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. ત્યારે શાળાને ઠેર ઠેરથી અભીનંદન મળી રહ્યા છે.

આજે તા.૧૬ના રોજ રાજ્ય કક્ષાની સેપક ટકરાવ અન્ડર-૧૪ થી અન્ડર -૧૯ની સ્પર્ધા મેહસાણા ખાતે યોજાઈ હતી. જેમાં મોરબીમાંથી ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. નાલંદા વિદ્યાલયની અન્ડર -૧૪ ભાઈઓ અને અન્ડર-૧૯ ભાઈઓની ટીમ તેમજ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની અન્ડર-૧૭ બહેનોની ટીમે આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.

- text

આ સ્પર્ધામાં નાલંદા વિદ્યાલયની અન્ડર-૧૪ ભાઈઓની ટીમે બાજી મારીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે અન્ડર-૧૯ ભાઈઓની ટીમે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. હવે આ વિદ્યાર્થીઓ નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ તકે શાળાના વિદ્યાર્થીઓ અને તેમના કોચને શાળા સંચાલકોએ શુભેચ્છા પાઠવી છે.

- text