મોરબી જિલ્લામાં ચેકીંગ ડ્રાઇવ : ત્રણ કલાકમાં ૯૦ વાહનોને રૂ. ૧૭ હજારનો દંડ

મોરબી : મોરબી જિલ્લામાં આજે ત્રણ કલાકની વાહન ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ૪૨૫ વાહનોનું ચેકીંગ કરી ૯૦ જેટલા વાહનો પાસેથી રૂ. ૧૭,૮૦૦નો દંડ વસુલ્યો હતો.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાથી જિલ્લાભરમાં આજે સવારે ૯ થી ૧૧ દરમિયાન વાહન ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં કુલ ૪૨૫ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકીંગ દરમિયાન જરૂરી ડોક્યુમેન્ટ ન હોય તેમજ ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું હોય તેવા ૯૦ વાહનચાલકો સામે કાર્યવાહી કરી રૂ. ૧૭,૮૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો.