મોરબી પાલિકા પેટા ચૂંટણી : વોર્ડ નં. ૧ના ભાજપના કાર્યાલયનું સોમવારે ઉદ્દઘાટન

મોટી સંખ્યાના ભાજપ અગ્રણીઓ ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

મોરબી : મોરબી પાલિકાની પેટાચૂંટણી આગામી તા. ૨૫ના રોજ યોજાનાર છે. જેને લઈને હાલ પ્રચાર પ્રસારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે વોર્ડ નં. ૧ ના ભાજપના ઉમેદવારો પ્રભુલાલ અમરશીભાઈ ભૂત અને સંગીતાબેન હરેશભાઇ બુચ દ્વારા પણ પ્રચારની તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે આગામી સોમવારના રોજ વોર્ડ નં. ૧ ના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવનાર છે.

આ ઉદ્દઘાટન સમારોહ તા. ૧૭ને સોમવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે સીતારામ ચોક, બાપા સીતારામ મઢુલી, ગાયત્રી નગર, વાવડી રોડ ખાતે યોજાશે. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, કાંતિભાઈ અમૃતિયા, જ્યોતિસિંહ જાડેજા, હિરેનભાઈ પારેખ, ઘનશ્યામભાઈ ગોહિલ, લાખાભાઈ જારીયા, હસુભાઈ પંડ્યા, રિશીપભાઈ કૈલા, કે.એસ.અમૃતિયા, પ્રદીપભાઈ વાળા, જયુભા જાડેજા, દેવાભાઈ અવાડીયા, વિજયભાઈ લોખીલ સહિતના ભાજપ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.