મોરબીના લૂંટાવદર ગામેથી વિદેશી દારૂ ઝડપાયો

તાલુકા પોલીસે બાતમીને આધારે રેડ પાડી રૂ. ૨૯૧૨૦ ની કિંમતનો દારૂ ઝડપી લીધો

મોરબી : મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે લૂંટાવદર ગામમાં દરોડો પાડી રૂપિયા ૨૯,૧૨૦ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક બનો જોશી મોરબીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ દરમ્યાન પીએસઆઇ એસ.એ.ગોહિલ, એ.એસ.આઇ. મહિપતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ.હિતેષભાઇ ચાવડા, અમિતભાઇ વાસદડીયા, કિર્તિસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ઉજવલદાન ગઢવી, દિનેશભાઇ બાવળીયા, અશોકભાઇ ખાંભરા તથા શક્તિસિંહ જાડેજા સહિતના સ્ટાફે ચોક્કસ હકિકત આધારે મોરબી તાલુકાના લુંટાવદર ગામના રફિકભાઇ આમદભાઈ ચાનીયા, રહે.લુંટાવદર દરગાહ પાસે તા.જી.મોરબી વાળાના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જ કલાસીક પિમિયમ વ્હિસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ ૭૫૦ મીલીની બોટલો નંગ-૫૬ કિ.રૂ.૨૯,૧૨૦ નો જથ્થો ઝડપી લીધો હતો.

જો કે દરોડા દરમિયાન આરોપી હાજર નહી મળી આવતા પકડવા પર બાકી રાખી આરોપી વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.