આમાં દારૂબંધીની અમલવારી કેમ થાય ! વાંકાનેર તાલુકા પોલીસનો કોન્સ્ટેબલ જ દારૂ સપ્લાયમાં પકડાયો

- text


મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા કોન્સ્ટેબલનો ફરજ મોકુફીનો હુકમ કરાયો

વાંકાનેર : વાંકાનેરના માટેલ ગામે આર.આર.સેલ દ્વારા દારૂ પકડી પાડવામાં આવ્યો હતો. બાદમાં આ દારૂ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે જ સપ્લાય કર્યો હોવાનું ખુલતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત એસપી દ્વારા આ કોન્સ્ટેબલને ફરજ મોફૂંક પણ કરવામાં આવ્યો છે.

ગત તા.૧૦ના રોજ વાંકાનેર તાલુકાના માટેલ ગામે કન્યા શાળાની સામે આવેલ ઓરડીમાંથી રાજકોટ રેન્જ આર. આર. સેલ દ્વારા દરોડો પાડી દેશી દારૂ ૪૬૩ લીટર કબજે કરવામાં આવેલ સાથે બે મોટર સાયકલ અને બે મોબાઇલ કબજે કરી આરોપી કાનાભાઇ બાવરવા અને હરજીભાઈ બાવરવા ની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ દાખલ કરેલ.

- text

આ બનાવની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઇ જી. આર. ગઢવી દ્વારા ચલાવાતા માટેલ ના મનીષ ઉર્ફે માંડળ બાવરવા અને જયશ્રીબેન ભુપતભાઈ પાટડિયા નું નામ ખુલેલ તેમજ રેડ દરમિયાન આરોપી સંજય ધીરુભાઈ અને દીપક બંને ભાગી ગયેલ હોય બંનેની ધરપકડ કરી વધુ તપાસ કરતા આ માલ વાંકાનેર તાલુકા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બળવંતભાઈ જીવણભાઈ સાપરા તેમની વેગનઆર ગાડી માં આપી ગયાનું ખુલતા વાંકાનેર તાલુકા પી. એસ. આઈ. દ્વારા તેમની ધરપકડ કરી વેગનઆર ગાડી તેમજ બે મોબાઇલ કબજે લઇ વધુ તપાસ આરંભી. આ બાબતનો રીપોર્ટ મોરબી જિલ્લા પોલીસ વડાને કરવામાં આવતા તાત્કાલિક આજે જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ આ પોલીસ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ કરેલ છે.

- text