મોરબી : દુષ્કર્મના કેસમાં જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ત્રણ દિવસની રિમાન્ડ પર

મોરબી : શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટની શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં પોલીસે મોરબી જિલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજય સરડવાની ધરપકડ કરી હતી. બાદમાં તેને પાંચ દિવસની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે વિજય સરડવાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.