મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીના પડઘમ વાગ્યા

મોરબી જિલ્લા મહિલા દૂધ ઉત્પાદક સંઘની કામ ચલાવ મતદારયાદી પ્રસિદ્ધ : ૩ ઓક્ટોબર આખરી પ્રસિદ્ધિ

મોરબી : મોરબી જિલ્લા મહિલા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. મોરબી ની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે તંત્ર દ્વારા કામ ચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે ને ઓક્ટોબર માસની ૩ તારીખે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાદ ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે.

મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘની સામાન્ય ચુંટણી-૨૦૧૮ માટે કામચલાઉ મતદારયાદી તૈયાર કરી તેની પ્રમાણિત નકલ જિલ્લા રજીસ્ટાર (સહકારી મંડળીઓ) મોરબી મારફત ચુંટણી સત્તાઅધિકારી અને પ્રાંત અધિકારી,મોરબીને મોકલાવેલ છે. આ કામચલાઉ મતદારની પ્રસિધ્ધિ નીચે મુજબ કરવામાં આવે છે.
મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ તા.૧૨/૦૯/૨૦૧૮ કરવામાં આવી છે કે (૧).ચુંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી,મોરબી.(૨). જિલ્લા રજીસ્ટ્રાર (સ.મં.)ની કચેરી, મોરબી.(૩).શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.મોરબી ખાતે જોવા મળશે અને જે અંગેના દાવા-વાંધાઓ રજુ કરવાની છેલ્લી તા.૧૯/૦૯/૨૦૧૮ સુધીમાં ચુંટણી સત્તાઅધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી-મોરબી ખાતે મોકલી આપવા જણાવાયું છે.

આ દાવા-વાંધાઓના નિકાલની આખરી તા.૨૯/૦૯/૨૦૧૮ સ્થળઃ- ચુંટણી સત્તાઅધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે કરી શકાશે બાદમાં મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.૦૩/૧૦/૨૦૧૮ ના રોજ કરવામાં આવશે. આખરી મતદારયાદીની પ્રસિધ્ધિ બાદ ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચુંટણી બાબતના નિયમો, ૧૯૮૨ ના નિયમ-૧૬ હેઠળ ચુંટણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવશે. તેમ ચુંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારી મોરબી ની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.