મોરબી જૈન તપગચ્છ સંઘમાં તપસ્વીઓએ કર્યા સમૂહ પારણા

મોરબી : મોરબીના જૈન તપગચ્છ સંઘમાં સવંતસરીના બીજા દિવસે આજે તપસ્વીઓએ સમૂહ પારણા કર્યા હતા. સંઘમાં ભાવભેર નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંઘમાં નવકાર ગણતા ભાઈઓ બહેનો માટે સંજય કેટરસ દ્વારા નવકારશીનું આયોજન સંઘવી પુખરાજજી હજારોમલજી દાંતેવાડિયા અને સંઘવી પારસમલજી કુંદનમલજી દાંતેવાડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે સંઘના પ્રમુખ નવીનભાઈ મહેતા, ટ્રસ્ટીગણ દિનેશભાઇ, એન.એસ.ગાંધી તેમજ ધર્મનાથ જૈન મિત્ર મંડળના સભ્યો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.