વાંકાનેરના કોઠારીયા ગામે શરૂ થશે જવાહર નવોદય વિદ્યાલય

- text


જડેશ્વર નજીક વિશાળ જગ્યામાં નિર્માણ થશે જવાહર નવોદય વિદ્યાલય

વાંકાનેર : સમગ્ર ગુજરાતમાંથી ફક્ત ત્રણ જીલ્લામાં જવાહર નવોદય વિધાલયની મંજુરી મળી છે ત્યારે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામને જવાહર નવોદય વિધાલય માટે પસંદગી કરાતા લોકોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં જવાહર નવોદય વિદ્યાલય મંજુર કરવામાં આવી છે ટુક સમયમાં જ જડેશ્વર નજીક મોરબી જીલ્લાની પ્રથમ જવાહર નવોદય વિધાલયની કામગીરી શરૂ કરાશે.

વધુમાં કોઠારીયા ગામ ખાતે જવાહર નવોદય વિદ્યાલયને મંજુરી મળતા કોઠારીયા ગામના સરપંચ કિશોરસિંહ ઝાલાઅે ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, ઉપમુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તેમજ મોરબી જીલ્લા કલેકટર માકડીયા, જીલ્લા શિક્ષણ અધિકારી, સંગઠનના પદાધિકારીઅો, ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તથા અન્ય હોદેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે કોઠારીયા ગામના સરપંચ અને વાંકાનેર યુવા ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલાની અથાગ મહેનતનું ફળ વાંકાનેર તથા મોરબી જીલ્લાના અન્ય તાલુકાના ગામડાના વિધાર્થીઅોને મળશે. આ પહેલા પણ કિશોરસિંહ ઝાલા વાંકાનેર તાલુકાના ગામડાઅોમા વિકાશલક્ષી કાર્યોમાં સૌથી શ્રેષ્ઠ સરપંચ તરીકે ગુજરાત સરકારના હસ્તે સન્માનિત થઈ ચુક્યા છે. વાંકાનેર સ્ટેટ યુવરાજ કેશરીસિંહના નજીકના વિશ્વાશું મિત્ર પણ છે
કોઠારીયા ગામના, ઉત્સાહી, મહેનતુ, કર્મનિષ્ઠ સરપંચ કિશોરસિંહ બી ઝાલાની અથાગ મહેનત રંગ લાવી હોવાથી ગામના આગેવાનો તેમજ યુવાનોઅે સરપંચને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

 

- text