ટંકારા નજીક કાર અગનગોળો બની, જુઓ વિડિઓ

- text


ટંકારા : રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા નજીક એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા જોત જોતામાં કાર અગન ગોળો બની ગઈ હતી, જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે પર ટંકારથી આગળ તેર નાલા પાસે પસાર થતી એક કારમાં અચાનક આગ લાગતા કારમાં સવાર મુસાફરો નીચે ઉતરી ગયા હતા. વિગતો મુજબ આજે સવારે ૧૦ વાગ્યા ના સુમારે રાજકોટ મોરબી રોડ પર આવેલી મામા સાહેબ ની જગ્યા સામે રાજકોટ તરફ જતી ૯૨૦૪ નંબર વાટી મોટર કાર મા આગળ ના બોનેટ અને ટાયરો મા આગ લાગી હતી અને જોત જોતા મા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું

- text

દરમિયાન કારમાં અચાનક આગ લાગ્યા બાદ જોત જોતામાં કાર અગનગોળો બની ખાખ થઈ ગઈ હતી, આ વિચિત્ર ઘટનાને પગલે મોરબી હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ટંકારા પોલીસ કાફલો તુરત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

- text