મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી ઘડવાની ઉત્તમ તક

- text


ચાર જ માસમાં મોરબી જોબ પ્લેસમેન્ટ દ્વારા ૫૦ યુવાનોને ટોપ કેટેગરીમાં જોબ અપાઈ

મોરબી : વિકાસની હરણફાળ ભરી રહેલ મોરબીસિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં રોજગારીની વિશાળ તકો છે અને આ તક ઝડપી અત્યાર સુધીમાં ભારત જ નહીં બલ્કે વિદેશી લોકો પણ રોજગારી મેળવી રહ્યા હોવાનું મોરબી જોબ પ્લેસમેન્ટના દીપકભાઈ પ્રજાપતિ જણાવી રહ્યા છે.

મોરબીમાં આવેલા ૭૦૦ થી વધુ સિરામિક એકમો વર્ષે દહાડે ૧૨૦૦૦ કરોડથી વધુનું વિદેશી હૂંડિયામણ દેશને કમાઈ આપે છે સાથે – સાથે આ ઇન્ડસ્ટ્રીઝ બેરોજગારોને રોજગાર આપવાનું કામ મોટાપાયે કરી રહી છે.

- text

મોરબી જોબપ્લેસમેન્ટના દીપકભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ચાર માસથી જ જોબપ્લેસમેન્ટ ક્ષેત્રે આવ્યા હોવા છતાં આ ટૂંકા સમયગાળામાં તેઓએ ૫૦ થી વધુ ટેલેન્ટેડયુવાનોને ૧૫૦૦૦ પ્રતિમાસથી લઈ ૪૫ હજાર પ્રતિમાસ પગાર આપતી જોબ અપાવી છે.

હાલમાં મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં માર્કેટિંગ, બીલિંગ, એક્સપોર્ટ હાઉસ અને સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ ક્ષેત્રે પણ રોજગારની ઉત્તમ તકો રહેલી હોવાનું જણાવી દીપકભાઈએ ઉમેર્યું હતું કે જો યુવાનો, યુવતીઓમાં કામ કરવાની ધગશ હોય તો સ્કાય ઇઝ ધી લિમિટ મુજબ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ વળતર આપી શકે છે.

આપ પણ મોરબીની સીરામીક ઇન્ડસ્ટ્રીઝ સાથે કારકિર્દી ઘડી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માગતા હોય તો મોરબી જોબપ્લેસમેન્ટના દીપકભાઈ પ્રજાપતિનો મોબાઈલ નંબર ૯૫૧૨૮ ૦૯૫૧૨ ઉપર સંપર્ક સાધી શકો છો.

- text