કેરળ પૂર અસરગ્રસ્તો માટે રૂ.ર.પ૧ લાખની સહાય કરતું હળવદ બાર એસોસિએશન

- text


પૂર અસરગ્રસ્તોની મદદે ડિસ્ટ્રીક ન્યાયધીશ અને હળવદ બાર એસોસિએશન તેમજ બેંચના સ્ટાફે આગળ આવી અનોખી પહેલ કરી

હળવદ : કેરળમાં આવેલ ભયાનક પુરના પગલે જાનમાલને વ્યાપક નુકસાન થયું છે અને લોકો પણ જયારે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ અસરગ્રસ્તોની મદદે ડિસ્ટ્રીક ન્યાયધીશ અને હળવદ બાર એસોસિએશન તેમજ બેંચના સ્ટાફે આગળ આવી અનોખી પહેલ કરી છે. આજે હળવદના ન્યાય મંદિર ખાતે મોરબી ડિસ્ટ્રીકટ સેસન્શ જજના અધ્યક્ષતામાં બાર એસોસિએશન દ્વારા પુર પીડિતોને બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ આપી હતી. જેમાં હળવદના બાર એસો. દ્વારા કેરળના પુર પીડિતોના દુઃખમાં સહભાગી થવા રૂ.ર.પ૧ લાખનો ફાળો અગાઉ એકત્ર કરી યોગદાન આપવા તત્પરતા દર્શાવી હતી.

આ પ્રસંગે મોરબી ડિસ્ટ્રીકટ સેસન્સ જજ રીઝવાના ઘોઘારીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. જેમાં હળવદના ન્યાયધીશ પી.ડી.જેઠવા, બી.એમ.રાજ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કેરળમાં આવેલ જળ હોનારતના દિવંગતોને બે મિનિટ મૌન પાડી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને રાજયમાં પ્રથમ કહી શકાય તેમ બાર એસોસિએશન અને બેંચ દ્વારા માતબર રકમ રૂ. ર.પ૧ લાખનો રાહત ફંડ કેરળના પુર પિડીતો માટે સ્વેચ્છીક એકત્ર કરાયા બાદ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોરબી ડિસ્ટ્રીકટ સેસન્શ જજ રીઝવાના ઘોઘારીએ હળવદ બાર એસોસિએશનના આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, સેવાકાર્યોમાં પોતે અનુદાન આપીને અન્ય લોકોને પણ કેરળ પુર પિડીતો માટે યથાશકિત પ્રમાણે યોગદાન આપવું જાઈએ.

- text

આ કાર્યક્રમમાં હળવદ બાર એસોસિએશનના પ્રમુખ પિયુષ દવે દ્વારા ડિસ્ટ્રીકટ સેસન્સ જજ રીઝવાના ઘોઘારીનું પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એચડીએફએસીના બેંક મેનેજરના મારફતે મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રૂ.ર.પ૧ લાખની રકમ અર્પણ કરવામાં આવી હતી. જયારે હળવદના બાર એસોસિએશનના આ પહેલથી સમગ્ર રાજયના બાર એસોસિએશનમાં એક પ્રેરક ઉદાહરણ પૂરૂં પાડયું છે. આ તકે પી.ડી.જેઠવા, એ.પી.પી. વી.સી. મહિડા, વી.સી.જાની, એન.સી. ગઢીયા, વી.એચ. ભટ્ટ, એ.એ. મલીક, એચ.એન. મહેતા, એમ.એમ. વાઘેલા, પી.એચ. પરમાર, એસ.એ. એરવાડીયા સહિતના બાર એસો.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે.આર.દવે, ડી.એચ. પંડયાએ જયારે આભારવિધિ ધ્રુવભાઈ રાવલએ કરી હતી.

- text