વાંકાનેરમાં આર.આર.સેલએ દેશીદારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ વિરપર ગામની કન્યાશાળા સામેની ઓરડીમાંથી આર.આર.સેલ દ્વારા દેશી દારુ લી.૪૬૩ કિ.રૂ.૯૨૬૦ તથા મોબાઇલ ફોન – ૨, મોટરસાયકલ-૨ મળી કુલ રૂ.૯૬,૨૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમ દ્વારા રેન્જમાં પ્રોહીબિશન જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ ડી.આઇ.જી.પી. સંદીપ સિંહની સુચનાને પગલે આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળા, સેલના રશીકભાઇ પટેલ, રામભાઇ મંઢ તથા સુરેશભાઇ હુંબલ નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે મનીષભાઇ વાહણભાઇ કોળી રે.માટેલ શીતળા ધાર વાડી વિસ્તાર વાળો પોતાના સાગરીતો સાથે મળી વીરપર માટેલ ગામની કન્યાશાળા સામે આવેલ ઓરડીમાં મોટીમાત્રામા દેશી દારુ ઉતારી છુટક-છુટક વેચાણ કરે છે.

- text

જેને પગલે ટીમ દ્વારા તુર્તજ હકીકત વાળી જગ્યાએ પહોચી ચેક કરતા હકીકત વાળી ઓરડી પાસે પહોચી રેઇડ કરતા પોલીસને જોઇ બે-ઇસમો નાશી ગયેલ અને બે-ઇસમો પકડાઇ ગયેલ તેમજ સદર ઓરડીમાં ચેક કરતા અલગ-અલગ બાચકા તેમજ કેરબામાંથી દેશી દારુ લી.૪૬૩ કિ.રૂ.૯૨૬૦ મળી આવેલ તેમજ મોબાઇલ-ર તથા મોટરસાયકલ મળી કુલ રૂ.૯૬,૨૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપી (૧) કાના વાહણભાઇ બાવરવા તથા (ર) હરજીભાઇ વાહણભાઇ બાવરવા રે.બંન્ને માટેલ વાંકાનેર વાળાઓને ધોરણસર અટક કરી પુછપરછ કરતા સદર દારુ મંગાવનાર (૩) મનીષ વાહણભાઇ બાવરવા રે.માટેલ વાંકાનેર તેમજ નાશી જનાર (૪) સંજય ધીરુભાઇ કોળી રે.હળવદ તથા (૫) બકો રે.પલાસ વાંકાનેર તમામ વિરુધ્ધ વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ હતો.

- text