મોરબી દેનાબેન્ક દ્વારા વિનામૂલ્યે નિદાનકેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી દેનાબેન્ક દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી ગ્રાહકો માટે વિનામૂલ્યે નિદાનકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

પોતાના ગ્રાહકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી મોરબીની દેનાબેન્ક દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં નિષ્ણાત તબીબો દ્વારા ૧૦૦ થી વધુ લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.

 

- text