મોરબી સિવિલ હોસ્પિટલની અસુવિધા દૂર કરી ડેવલપ કરવા મુખ્યમંત્રીને રજુઆત

- text


બિલ્ડીંગ નવી બનાવવી, પૂરતું મહેકમ ફાળવવા તેમજ અદ્યતન મશીનરી ઉપલબ્ધ કરવવા સહિતની વિહિપ અગ્રણીની માંગ

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલને ડેવલપ કરવા વિહિપ અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી બિલ્ડીંગ નવી બનાવવી, પૂરતું મહેકમ ફાળવવા તેમજ અદ્યતન મશીનરી ઉપલબ્ધ કરવવા સહિતની માંગ ઉઠાવી છે.

વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલમાં જિલ્લા કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરવી અનિવાર્ય છે. સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ ખખડધજ હાલતમાં છે. જેથી નવું બિલ્ડીંગ બનાવવામાં આવે. હાલ સ્ટાફનું મહેકમ અપૂરતું છે. ત્યારે પૂરતું મહેકમ મુકવામાં આવે.

- text

નવા ભવનની સાથે અહીં આધુનિક મશીનરી પણ ઉપલબ્ધ કરવામાં આવે જેથી દર્દીઓને રાજકોટ સુધી લંબાવવું ન પડે. માળીયા, હળવદ , વાંકાનેર અને ટંકારા થી મોરબી સારવાર માટે આવતા દર્દીઓને હોસ્પિટલમાં અપૂરતી સૂવિધાના અભાવે રાજકોટ ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારે આ તમામ દર્દીઓને મોરબી ખાતે જ પૂરતી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાની પ્રબળ માંગ ઉઠી છે.

- text