માળીયામાં ગેરકાયદે રેતી પરિવહન કરતા ૩ ડમ્પરો ડિટેઇન કરાયા

- text


માળીયા : માળીયા – હળવદ રોડ પર ગેરકાયદે રેતી ભરીને નીકળેલા ત્રણ ડમ્પરો આજે માળીયા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પોલીસે આ ત્રણેય ડમ્પરોને ડિટેઇન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

માળીયા પોલીસે ગેરકાયદે રેતીના પરિવહન સામે લાલ આંખ કરી છે. માળિયાના પીએસઆઇ જે. ડી. ઝાલા સહિતના સ્ટાફે હળવદ માળીયા રોડ પર ગેરકાયદે રેતી ભરીને જતા ત્રણ ડમ્પરો રોકીને તેને ડિટેઇન કર્યા હતા. જેમાં પોલીસે ડમ્પર નં. જીજે ૩૬ ૧૪૬૪ના ચાલક રાજેશ લાલજીભાઈ, જીજે ૯ ઝેડ ૧૨૧ના ચાલક સમીર નરધીર સિંઘ અને જીજે ૩ એઝેડના ચાલક બાબુ નરસંગભાઈને મેમો ફટકાર્યો છે.

- text