મોરબી જિલ્લાના આ ગામમાં આજે પણ આઠમે રમાય છે પુરુષો દ્વારા જૂની પરંપરા મુજબ સમૂહ રાસ, જુઓ વિડિઓ

- text


આજના આધુનિક યુગમાં પણ વાંકાનેરના લુણસર ગામે જાળવી રાખી છે જન્માષ્ટમીની પારંપારિક ઉજવણી : દેશી ઢોલ તબલાંના તાલે ગવાતા પ્રાચીન ગીતો ઉપર ગામના પુરુષો દ્વારા દેશી સમૂહ રાસ રમવાની પરંપરા હજુ પણ યથાવત

મોરબી : આજના મોર્ડન અને આધુનિક તેમજ ઝડપથી બદલાતા સમયની અસર આપણાં તહેવારોની ઉજવણીમાં પણ જોવા મળી રહી છે. પારંપરિક તહેવારોની પારંપરિક અને જૂની સાંસ્કૃતિક ઉજવણીની પદ્ધતિ ધીરે ધીરે લુપ્ત થઇ રહી છે. ત્યારે આજના આધુનિક યુગમાં પણ વાંકાનેરનું લુણસર ગામ આપણી જૂની સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવામા આજે પણ મોખરે છે.

- text

લુણસર ગામમાં હજુ પણ જન્માષ્ટમીના તેહવારની જૂની પરંપરા મુજબ જ ઉજવણી કરવામાં આવે છે. આ ગામમાં સાતમ આઠમનો તહેવાર અને ખાસ કરીને આઠમના દિવસે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી હજુ પણ જૂની પરંપરા મુજબ જ કરવામાં આવે છે. જેમાં ગામના તમામ લોકો ગામના મંદિરે ભેગા થાય છે અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ કે ડીજેના ખોટા દેકારાની બદલે દેશી ઢોલ અને તબલાં, મંજીરાના સુમધુર તાલે પ્રાચીન લોકગીતો ગવાય છે. આ ગીતોની ધૂનના તાલે ગામ લોકો દ્વારા જૂની પરંપરા મુજબ એક દેશી સમૂહ રાસ પણ યોજાય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જે આજે પણ લુણસર ગામના લોકો દ્વારા યથાવત રાખવામાં આવી છે. આ સમૂહ રાસ દેશી ઢોલ અને તબલાના તાલે ફક્ત ગામમાં પુરુષો દ્વારા જ રમવામાં આવે અને એ પણ જૂની દેશી પદ્ધતિ મુજબ રાસ રમાય છે. ત્યારે આ રાસ જોવો પણ એક લ્હાવો છે.

- text