માળિયા : સરકારી હોસ્પિટલના બાથરૂમમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

- text


માળીયા : માળિયાની સરકારી હોસ્પિટલમાં નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અધૂરા માસે જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ હોસ્પિટલના બાથરૂમમાંથી મળી આવતા આ મામલે પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- text

પ્રાપ્ત થતી વિગતો મુજબ માળિયાની સરકારી હોસ્પિટલના બાથરૂમમાં આજે સવારના સમયે નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. માળિયાની સરકારી હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા સલેમાન આદમ કટીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે સવારના સમયે તે રાબેતા મુજબ સફાઈ કામગીરી કરતા હોય અને બાથરૂમમાં ગયા ત્યારે તાજું જન્મેલ બાળક મૃત હાલતમાં પડ્યું હતું જે પાંચથી છ માસનું હોય અને અધૂરા માસે જન્મેલા બાળકના મૃતદેહને ત્યજી દેવામાં આવ્યું હોય તેમ ફરિયાદમાં જણાવ્યું છે. હાલ પોલીસ દ્વારા બાળકને ત્યજી દેનાર માતાની શોધખોળ ચલાવવામાં આવી છે.

- text