ટંકારામાં રસ્તા પર મહિલાઓનો થાળીનાદ : મોરબીની સોસાયટી અને માણાબામાં રામધૂન યોજાઈ

ટંકારામાં હવે આશ્રયજનક કાર્યક્રમ અપાશે : અન્ય ગામોમાં પણ રામધૂન આયોજન

ટંકારા : મોરબી જિલ્લામાં હાર્દિકના સમર્થનમાં ઠેર ઠેર દેખાવો, રામધુન અને પ્રતીક ઉપવાસ યોજાઈ રહ્યા છે ત્યારે આજે ટંકારાની લતીપર ચોકડીએ પાટીદાર મહિલાઓએ રસ્તા રોકીને રસ્તા પર થાળી વેલણ વગાડી સરકાર સામે વિરોધ કર્યો હતો તેમજ હાર્દિક પટેલને સમર્થન પૂરું પાડ્યું હતું. જોકે પોલીસે થાળીનાદ કરતી મહિલાઓને રસ્તા પરથી હટાવી હતી. આ ઉપરાંત ટંકારાની લતીપર સોસાયટીમાં રામધુન કરવામાં આવી હતી જયારે ટંકારાના નાના ખીજડીયા ગામમાં રામધુન યોજી હાર્દિકને પાટીદારો સમર્થન આપ્યું હતું.

ટંકારા ઉપરાંત મોરબીમાં પણ ઠેર ઠેર હાર્દિકના સમર્થનમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં ગત રાત્રીના મોરબી શહેરની સરદાર સોસાયટીમાં હાદિકના સમર્થનમાં રામધૂન યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ઉપરાંત માણાબા હાર્દિકના સપોર્ટમાં રામધૂનું કાર્યક્રમ યોજાયો હતો. અને સાથે ગામ પાસેથી પસાર થતી નર્મદા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડવાની માંગણી કરવામાં આવી હતી.