મોરબીના બિલિયા ગામના પૂર્વ સરપંચ ભરતભાઇ મૂંડિયાનું કર્મશ્રી એવોર્ડથી સન્માન

દિલ્હી ખાતે નેપાળના ઉપરાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ અપાયો

મોરબી : આંતરરાષ્ટ્રીય સમતા સ્વતંત્ર મંચના મોરબી જિલ્લા સંયોજક તરીકે નિમણૂક પામેલા બિલિયા ગામના પૂર્વ સરપંચ ભરતભાઇ મૂંડિયાને દિલ્હી ખાતે નેપાળના ઉપરાષ્ટ્રપતિના હસ્તે કર્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય સમતા સ્વતંત્ર મંચ દ્વારા દિલ્હી ખાતે નેપાળના ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ગત તા. ૫ના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સમતા સ્વતંત્ર મંચના મોરબી જિલ્લા સંયોજક તરીકે નિયુક્ત થયેલા ભરતભાઇ મૂંડિયા( પ્રજાપતિ)ને નેપાળના ઉપરાષ્ટ્રપતિના હસ્તે કર્મ શ્રી એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા. કર્મશ્રી એવોર્ડ એનાયત થતા બિલિયા ગામના પૂર્વ સરપંચ ભરતભાઇ મૂંડિયાને ઠેર ઠેર થી અભિનંદન મળી રહ્યા છે.